Friday, May 1, 2015

Feel the Difference!!!!!

Today is 1st may, "Gujarat Day". On this historical and auspicious day I inspired to write something interesting. Please praise my effort if you like it. [For English: Scroll Down...]

આ લેખ અનુભૂતિઓ ને અભિવ્યક્ત કરતો એક પ્રયાસ છે, અને આપણે સૌ જાણીએ  એમ અનુભૂતિઓ ની વ્યાખ્યા અને સીમાંકન દરેક મનુષ્ય માટે અલગ અલગ હોઈ છે. અને કદાચ આ સંતુલન ને સતત જાળવી રાખવા માટે આપણા મહાન ગ્રંથો અને પૂર્વજો ની સાચી સમજણ અને ડાહપણ ના આશિષ મનુષ્ય જાતી ને એમના સર્જનકાળ થી અવિરત અને અખૂટ પ્રમાણ માં મળતા રહ્યા છે.

ખુબ જ રસપ્રદ તફાવત મારી સમક્ષ આશીર્વાદ ની જેમ આવી ચડ્યો, સાચું કહું તો બધો જ શ્રેય મારા એ શાણા અને સાચા જ્ઞાની મિત્રો ને જાય છે કે જેમની સાથે હું થોડી ક્ષણો વિતાવું છું એ જાણવા કે જીવન જીવવા નું સાચું અધ્યાત્મિક જ્ઞાન શું છે? ખરેખર આ વિમર્શ થી એક નવી જ કુતુહુલતા ખીલી ઉઠી અને ઉદય થયો એક ધેર્ય નો જે સારથી બન્યા મારા વિચાર કુશળતા અને કર્મ ના. કદાચ મારો પ્રયાસ તમને આ જ્ઞાન પીરસવાનો સાર્થક નીવડે.

ચાલો આપણે થોડાક એવા શબ્દો લઇ એ જે આપણા રોજમરોજ ના કાર્ય કે અનુભૂતિઓ કે ઉર્મીઓ સાથે ગૂઢ રીતે ગૂંથાયેલા છે. કમનસીબી ક્યારેક એ હોઈ છે કે સાચી સમજણ ના અભાવ ના પ્રભાવ હેઠળ આપણે એને છૂટ થી વાપરીએ છીએ. દરેક મનુષ્ય પોતાના સ્વભાવગત સમજણ ના વહાણ માં સફર કરતો હોવાથી આ ઘણી વાર એટલું સંગત થઇ જાય છે કે આ સીધી અણસમજણ આપણને દોરી જાય છે ગેરસમજણ સુધી, અને ત્યારે જન્મ લે છે એક મોટો અને ખોટો પરિસંવાદ. માત્ર એ કાફી છે ખોટા અર્થઘટન ના આવિષ્કાર માટે. અને અંત માં એક સાચા અને ફળદ્રુપ વિચાર નું બાળમૃત્ય થાય છે. આટલું નુકશાન થઇ જાય અને આપણે સાવ અજાણ પણ હોઈએ. શું આ ખરા અર્થ માં વિચાર માંગી લે એવું નથી???

બસ એક જ હૃદયપૂર્વક ની અરજ છે કે "તફાવત ને અનુભવો અને યોગ્ય રીતે અનુસરો". મારા માટે આ કામ કરી રહ્યું છે, થોડું ધીમે પણ સાચી દિશા માં તો છે જ!!!!!
  • અડગતા - જિદ્દ 
  • પ્રતીતિ  - સમજૂતી 
  • અસફળતા - નિષ્ફળતા 
  • પ્રેમ - મમત્વ 
  • શ્રદ્ધા - માન્યતા 
  • વિચારશીલ - ગંભીર
  • કુતુહુલતા - શંકાશીલતા
  • પ્રભાવ - આકર્ષણ 
  • અનોન્ય - પરાધીન 
  • વિલીન - મિલન 
  • મહેચ્છા - ઈચ્છા 
  • અત્મસંમાન - અભિમાન
  • અનાસક્તિ -  પરિત્યાગ 
  • શિક્ષણ - પ્રશિક્ષણ 
  • જ્ઞાની  - સાક્ષર 
  • પરિવર્તન - પુન:રચના 
  • મોક્ષ - સ્વતંત્રતા 
  • વિકસવું - ફેલાવું 
  • શીસ્ત્બધતા - કંટાળાજનક નિત્યક્રમ 
  • શહાદત - જેહાદત 
  • અહિંસા - સહનશીલતા 
મિત્રો, મારો આશય અહીં શબ્દો અને તેના ભળતા અર્થો સાથે રમી અને તમને ગેરમાર્ગે દોરવાનો બિલકુલ નથી.  અને મારું એટલું સામર્થ્ય પણ નથી કોઈ પણ ભાષા પર, પણ એક પ્રયાસ આરંભ્યો છે અહીં શબ્દો ના અર્થો વચ્ચે રહેલી આ પાતળી ભેદરેખા ને સમજવાની કુશળતા વિકસવાનો. આ શબ્દો ના તો એક બીજા ના સમાનાર્થી છે કે ના તો વિરુધાર્થી. દરેક શબ્દ અહીં અનન્ય છે અને એ એક માત્ર દિશા માં જ લઇ જાય છે. કમનસીબે આપણે જ એમને આપણી અનુકુળતા પ્રમાણે એકબીજા ના સ્થાને બેસાડી ને પરિસંવાદ ની શરૂઆત કરીએ છીએ. અહીં મહત્વપૂર્ણ એ છે કે આ પાતળી ભેદરેખા ને સન્મ્માન આપી ને શબ્દ ના સાચા અર્થ ને  પરિપૂર્ણ જીવતા શીખવું જોઈએ.

વિશ્વ એક્દમ અલગ છે જો એને સાચી દિશા માંથી જોઈએ તો. કુદરત ના નિયમ પ્રમાણે હમેશા એક સાચી ને એક ખોટી ને એક "ભ્રામક "દિશા હોઈ છે. પણ આ સાથ આપણો સઘળો પુરુષાર્થ આ સાચી દિશા શોધવાનો જ હોવો જોઈએ. જ્યાં માત્ર અને માત્ર ફક્ત સત્ય જીવે છે અને પાંગરે છે. 

==================================================================
With all grace for all my English reader. I put effort to translate, hope that you may praise.
==================================================================

This blog is belongs to emotions, and for every human the definition of emotions are different and severity too. To calibrate the balance of society timely our holy scripture and wisdom of our Ancestors blessing us flawlessly and abundantly since the time of human revolutions.

Very interesting difference I came across recently, all credit must go to the wisdom of people with whom i am interacting and discussing the spiritual aspect of the life. This blossomed curiosity and developed kind of patience in my act and thought process. Hope that it must help you as well.

Let me take you to few of the words of act/emotion which we are using our in our routine. We are using them without understanding them. As human we are floating on different platform of understanding. This is very crucial because the sheer non-understanding leads to Misunderstanding which gives birth to Miscommunication which at last Misinterpreted and ending with Resistance against the acceptance of idea.This causes the death of a true and fruitful idea at first instance only. So this damages a lot keeping us unaware about the consequences of it, how much critical and serious is this? Isn't it!!!!!!!!

An Urge is to Feel the Difference and Fill the Gape, it started working for me at slow pace but in right direction.
  • Firmness - Stubbornness
  • Conviction - Compromise
  • Un-Success - Failure
  • Love - Attachment
  • Faith - Belief
  • Sensible - Serious
  • Curiosity - Suspicion 
  • Influence - Attraction
  • Interdependence - Dependence
  • Merge - Meet
  • Ambition - Desire
  • Self Respect - Proud
  • Detachment - Abandonment 
  • Education - Training
  • Knowledgeable - Literate
  • Transform - Reshape
  • Liberation - Independence
  • Evolve - Grow
  • Discipline - Monotonous Routine
  • Martyrdom - Terrorism
  • Non-Violence - Tolerance
Friends, my intention here is not to play with the words. I don't think that I mastered the language, but I am surely in process of mastering the skill of interpreting the "THIN LINE" between all of above. They are not Synonym or Antonym of each other. All of them controls UNIQUE action, unfortunately we seldom use them interchangeable in our communication. It is essential to respect that "THIN LINE" and live with the right meaning. 

World is always different if we see it from other side. In the Law of Nature there is always a RIGHT and a WRONG and a "In-BETWEEN" side, and all our effort we should put to identify the "RIGHT" side. The side where TRUTH breaths and exists. 

==================================================================

Created an emotion, Look at the picture. 
How does we interpret it matter a lot. 

Is it Parting or Welcoming?

Brought to you by : Ocean Of The Emotions
Copyright 2015

No comments:

Post a Comment