Friday, December 26, 2014

Divine Angels.....

I can not express anything else more than this poem.
My hands were shivering and eyes were moist while writing this poetry,
It was more painful when i recited it.
God Bless All Little Angles Peace forever!!!!

For All Divine Souls something from me. 

ઉગતી સવાર જેવું ઝંખતી ઝીંદગી
ને પળ માં અંધારી રાત થઇ ગઈ,
નીકળ્યા હતા સપનાઓ ના પોટલા લઇ
ને મોત સાથે અણધારી મુલાકાત થઇ ગઈ,
કેમ થયું? કોને કર્યું? ઠેર ઠેર એક જ વાત
વહેતી સરેઆમ થઇ ગયી,
હે ઈશ્વર! માત્ર એક જ પ્રશ્ન અકળાવે છે
કે તારી હાજરી માં તારા જ અંશો ની કત્લેઆમ થઇ ગઈ,
જગ્યા હતી એક ઉપવન જેવી
જ્યાં ઘણા પંખીઓ ની ચહેક મહેમાન થઇ ગઈ,
મંદિર મસ્જીદ થી કશું કમ ના હતી પવિત્રતા એની
ને આજે એજ ધરતી લોહી નીતરતી સ્મશાન થઇ ગઈ,
હવે હદ થાય છે આ ઇન્સાનો ની આદત ની,
ને એમની જ અદાવત આવી બેફામ થઇ ગઈ,
મુરજાયા આ માસુમ ફૂલો આમ કારણ વગર
ને કુદરત તારી પરીક્ષા ખુલ્લેઆમ થઇ ગઈ,

:પ્રણવ

No comments:

Post a Comment