Friday, December 26, 2014

Dear Soul, Happy Birthday To You ...!!!!

In each and every life we take birth as a body, but our soul never born as it is immortal. Our soul accumulate all the emotions of the entire journey till we reach to the liberation. 

Today on my birthday, I believe that one more year I have journeyed towards the great liberation. 

શરીર થી હું જન્મ્યો એક વાર 
મારા જ મન માં જન્મ્યો અનેકવાર, 

જે મારામાં મને જ શોધતો રહ્યો વરસો થી 
છૂટો પડેલો એ પડછાયો મળી ગયો ફરી વાર,

 હે  મિત્રો, છે પુરાવા ઘણા મારી એકલતા ના
આ ટોળાઓમાંથી ભાગી આવ્યો હું વારંવાર,

મળી જશે આ ભાવ કોઈ ઈશ ના અંશ સમાન
કસમ થી ક્યારેય નથી છોડી એ આશા પળવાર,

રમત છે આમ તો આ સાવ સીધી સાદી  
છતાં કેમ રમે છે આ જીવ અવારનવાર, 

એજ છું હું જે હતો સદીઓ થી પુલકિત સદાબહાર
જન્મ થયો મારો જાણીતાઓ માં આજે ફરી એક વાર, 

:પ્રણવ 
26/12/2014

No comments:

Post a Comment