In each and every life we take birth as a body, but our soul never born as it is immortal. Our soul accumulate all the emotions of the entire journey till we reach to the liberation.
Today on my birthday, I believe that one more year I have journeyed towards the great liberation.
શરીર થી હું જન્મ્યો એક વાર
મારા જ મન માં જન્મ્યો અનેકવાર,
જે મારામાં મને જ શોધતો રહ્યો વરસો થી
છૂટો પડેલો એ પડછાયો મળી ગયો ફરી વાર,
હે મિત્રો, છે પુરાવા ઘણા મારી એકલતા ના
આ ટોળાઓમાંથી ભાગી આવ્યો હું વારંવાર,
મળી જશે આ ભાવ કોઈ ઈશ ના અંશ સમાન
કસમ થી ક્યારેય નથી છોડી એ આશા પળવાર,
રમત છે આમ તો આ સાવ સીધી સાદી
છતાં કેમ રમે છે આ જીવ અવારનવાર,
એજ છું હું જે હતો સદીઓ થી પુલકિત સદાબહાર
જન્મ થયો મારો જાણીતાઓ માં આજે ફરી એક વાર,
:પ્રણવ
26/12/2014