માણસ જન્મે એટલે તરત જ સમીકરણો બનવા લાગે એને વિજયી બનવાંના અને બનાવવાના. સમય જતા જીવનમાં ભાગાકાર અને બાદબાકીનું પ્રમાણ વધતું જાય. વદ્દીની વાત જતી રહે અને જીવન શેષ અને છેદનું મહોતાજ બનતું જાય. આવક અને જાવક વચ્ચે સ્પર્ધા થાય અને જાવક જ સમય જતા આવક બની જાય. એના આવતા આવતા જીવનમાં આનંદ અને ઉત્સાહનું સ્થાન ચિંતા અને વ્યથા લઇ લે. સમીકરણ અંકગણિતનું ના રહેતા એક જટિલ સંકલન અને વિકલન બનતું જાય જ્યાં ઉત્સાહ શૂન્ય અને ઉન્માદ અનંત (ઇન્ફીનીટી) બનતો જાય. જીવનની સમય રેખા પર ગ્રાફ ઉપવલય અને અતિવલય બનતા જાય અને અંતમાં એક વર્તુળ બની જીવન જ્યાં ચાલુ થયું હતું ત્યાં આવી ને ઉભું રહીને શાશ્વત મૃત્યુની રાહ જોવે, જમા ઉધારના હિસાબ પગ નીચે ની જમીન હલાવી દે, સમગ્ર જીવન ખોટ નો પર્દાફાશ કરે અને ઈશ્વર ને પામવા ની સઘળી તકો માત્ર સમીકરણોમાં શૂન્યના ગુણાકાર માં ઉભી રહેલી દેખાય...
થોડું જટિલ પણ માર્મિક મનમાં આવ્યું અને લખ્યું, આશય ગણિત શીખવાડવાનો જરાય નહતો પણ જીવનગણિત સમજાય એવો હતો. ઘણા સમય પછી આવ્યો છું આપના આશિર્વાદ થી વધાવશો. 2019 ની શરૂઆત કંઈક અલગ કરીયે, 2018 ના સંભારણા ના સરવૈયા સાથે ખુબ ખુબ શુભકામના......
Copyright 2018: OceanOfTheEmotions (oceanoftheemotions.blogspot.com)
No comments:
Post a Comment