#poemoffriday
ચાલો આવી જ આપણી લાગણીઓ ને વાચા આપી ને એને સંતાયેલી નહિ પણ શણગારી ને રાખીએ.
ઘણા સમય ના અંતરાલ પછી આવ્યો છું તો સહર્ષ વધાવશો અને સ્વીકારશો. આ અંતરાલ હવે આદત ના બની જાય એની મારે દરકાર કરવી પડશે.
લાગણીઓ
આપણી મૉટે ભાગે હૈયામાં જ સંતાયેલી રહે છે. અનુભવતા કઈંક અલગ જ હોઈએ અને વાચા -
વર્તન વિપરીત હોઈ. લાગણીઓ નો સમુદ્ર જયારે ભરતી બની આંખો માંથી છલકાય કે વાણી -
વર્તન માં આવર્તિત પ્રત્યક્ષ થવા લાગે એટલે સમજવું કે ઉન્માદ નો અંત અને ઉત્સવ ની
તૈયારી કરવી જોઈએ.
ચાલો આવી જ આપણી લાગણીઓ ને વાચા આપી ને એને સંતાયેલી નહિ પણ શણગારી ને રાખીએ.
ઘણા સમય ના અંતરાલ પછી આવ્યો છું તો સહર્ષ વધાવશો અને સ્વીકારશો. આ અંતરાલ હવે આદત ના બની જાય એની મારે દરકાર કરવી પડશે.
શણગાર!!!!
પ્રિયે
તમે મને તમારો કહ્યો,
એ
અવસર ને હું મારા કાવ્યો થી
ચાલ
ને શણગારું,
શૂન્યઅવકાશ
ઘણો ઘેરાયો હૈયે,
આ
એકલતા ને હું તમારા ખ્યાલો થી
ચાલ
ને શણગારું,
મૌન
બેઠું હોંઠ પર સજ્જડ બંધ જેવું,
આ
વાતો ને હું મારા હોંઠો થી
ચાલ
ને શણગારું,
કંઠ
તમારો સાંભળ્યો આ ઉષાએ
આ
બહાના ને હું મારા ઉત્સાહ થી
ચાલ
ને શણગારું,
તમારા
વહાલ ની વસંત ઉડે અમારી ઓર,
આ
પ્રયાસ ને મારા વહાલ થી
ચાલ
ને શણગારું,
ગહેરી
થઇ છે પ્રીત આપણી આમજ,
આ
ઊંડાણ ને હું મારા ઉમળકા થી
ચાલ
ને શણગારું,
આવ્યા
બની ગતિ અમારા તારણહાર બની,
આ
જીવન ને મારી શ્રદ્ધા થી
ચાલ
ને શણગારું,
-
પ્રણવ [1
Dec, 2017]
Copyright 2017: By OceanOfTheEmotion [OceanOfTheEmotion.blogspot.com]
No comments:
Post a Comment