Friday, December 1, 2017

શણગાર!!!!

#poemoffriday 

લાગણીઓ આપણી મૉટે ભાગે હૈયામાં જ સંતાયેલી રહે છે. અનુભવતા કઈંક અલગ જ હોઈએ અને વાચા - વર્તન વિપરીત હોઈ. લાગણીઓ નો સમુદ્ર જયારે ભરતી બની આંખો માંથી છલકાય કે વાણી - વર્તન માં આવર્તિત પ્રત્યક્ષ થવા લાગે એટલે સમજવું કે ઉન્માદ નો અંત અને ઉત્સવ ની તૈયારી કરવી જોઈએ.

ચાલો આવી જ આપણી લાગણીઓ ને વાચા આપી ને એને સંતાયેલી નહિ પણ શણગારી ને રાખીએ. 

ઘણા સમય ના અંતરાલ પછી આવ્યો છું તો સહર્ષ વધાવશો અને સ્વીકારશો. આ અંતરાલ હવે આદત ના બની જાય એની મારે દરકાર કરવી પડશે.

શણગાર!!!!

પ્રિયે તમે મને તમારો કહ્યો,
એ અવસર ને હું મારા કાવ્યો થી
ચાલ ને શણગારું, 

શૂન્યઅવકાશ ઘણો ઘેરાયો હૈયે,
આ એકલતા ને હું તમારા ખ્યાલો થી 
ચાલ ને શણગારું, 

મૌન બેઠું હોંઠ પર સજ્જડ બંધ જેવું,
આ વાતો ને હું મારા હોંઠો થી 
ચાલ ને શણગારું,

કંઠ તમારો સાંભળ્યો આ ઉષાએ 
આ બહાના ને હું મારા ઉત્સાહ થી 
ચાલ ને શણગારું, 

તમારા વહાલ ની વસંત ઉડે અમારી ઓર,
આ પ્રયાસ ને મારા વહાલ થી
ચાલ ને શણગારું,

ગહેરી થઇ છે પ્રીત આપણી આમજ,
આ ઊંડાણ ને હું મારા ઉમળકા થી 
ચાલ ને શણગારું, 

આવ્યા બની ગતિ અમારા તારણહાર બની,
આ જીવન ને મારી શ્રદ્ધા થી 
ચાલ ને શણગારું, 

- પ્રણવ [1 Dec, 2017]

Copyright 2017: By OceanOfTheEmotion [OceanOfTheEmotion.blogspot.com]