Friday, December 1, 2017

શણગાર!!!!

#poemoffriday 

લાગણીઓ આપણી મૉટે ભાગે હૈયામાં જ સંતાયેલી રહે છે. અનુભવતા કઈંક અલગ જ હોઈએ અને વાચા - વર્તન વિપરીત હોઈ. લાગણીઓ નો સમુદ્ર જયારે ભરતી બની આંખો માંથી છલકાય કે વાણી - વર્તન માં આવર્તિત પ્રત્યક્ષ થવા લાગે એટલે સમજવું કે ઉન્માદ નો અંત અને ઉત્સવ ની તૈયારી કરવી જોઈએ.

ચાલો આવી જ આપણી લાગણીઓ ને વાચા આપી ને એને સંતાયેલી નહિ પણ શણગારી ને રાખીએ. 

ઘણા સમય ના અંતરાલ પછી આવ્યો છું તો સહર્ષ વધાવશો અને સ્વીકારશો. આ અંતરાલ હવે આદત ના બની જાય એની મારે દરકાર કરવી પડશે.

શણગાર!!!!

પ્રિયે તમે મને તમારો કહ્યો,
એ અવસર ને હું મારા કાવ્યો થી
ચાલ ને શણગારું, 

શૂન્યઅવકાશ ઘણો ઘેરાયો હૈયે,
આ એકલતા ને હું તમારા ખ્યાલો થી 
ચાલ ને શણગારું, 

મૌન બેઠું હોંઠ પર સજ્જડ બંધ જેવું,
આ વાતો ને હું મારા હોંઠો થી 
ચાલ ને શણગારું,

કંઠ તમારો સાંભળ્યો આ ઉષાએ 
આ બહાના ને હું મારા ઉત્સાહ થી 
ચાલ ને શણગારું, 

તમારા વહાલ ની વસંત ઉડે અમારી ઓર,
આ પ્રયાસ ને મારા વહાલ થી
ચાલ ને શણગારું,

ગહેરી થઇ છે પ્રીત આપણી આમજ,
આ ઊંડાણ ને હું મારા ઉમળકા થી 
ચાલ ને શણગારું, 

આવ્યા બની ગતિ અમારા તારણહાર બની,
આ જીવન ને મારી શ્રદ્ધા થી 
ચાલ ને શણગારું, 

- પ્રણવ [1 Dec, 2017]

Copyright 2017: By OceanOfTheEmotion [OceanOfTheEmotion.blogspot.com]

Friday, June 9, 2017

માણસ!!!

માણસ એ ઈશ્વરની રચેલી સૌથી ઉમદા અને છેલ્લી કૃતિ છે. પણ આ કૃતિ ઈશ્વરના સંસ્કરણ ને આકૃત કરવા ને બદલે અનાસક્તતા ને પરાવર્તિત કરે છે. ઈશ્વર ના સામર્થ્ય ને ભૂલી ને ખુદ ને સમર્થ કરતા કરતા કેટલું અનર્થ કરી નાખીએ છીએ. આજ ની રચના આપણા માં છુપાયેલા આવા જ એક માણસ માટે!!!
સહર્ષઃ સ્વીકારશો.....
Copyright 2017: Ocean Of The Emotions 

Friday, April 28, 2017

Parshuram

Today is Akshay Tritiya, an auspicious day is Hindu Calendar. Also famous for the best and divine day for purchasing Gold. 

Apart from this, it is the Birth Anniversary of 6th Avatar of Lord Vishnu who is worshipped as The Lord Parshuram. 

Offering #whtieboardart on this day with HIS blessings and grace. 

#whiteboardart
#parshuram

Copyright 2017 : OceanOfTheEmotions 
(blogspot.oceanoftheemotions.com)

Tuesday, April 4, 2017

Ramnavmi

#ramnavmi

On eve of Durgashtami my spiritual sensitivities stimulated me to creat something which i wish to since long. With HIS grace and blessing presenting one of my #whiteboardart. Hope that you appreciate it. 

Copyright 2017: OceanOfTheEmotions
(oceanoftheemotions.blogspot.com)

Friday, March 24, 2017

Thursday, March 23, 2017

Shahid Din

#shahiddin

We only know on which date they got death sentence. Beyond that how much we know about them. The great purpose of their life, their commitment, their nationalism, patriotism. We rarely study them or even incline to know about them. Just on 23rd March we tribute them and forget for one more year. 

Presenting my tribute with moist eyes and full of hearts. #whiteboardart  

Copyright 2017: OceanOfTheEmotions 
(OceanOfTheEmotions.blogspot.com)