Thursday, April 7, 2016

I am always THERE!!!

આપણી એકલતા માં પણ આપણું કોઈક આપણી સાથે હોઈ જ છે!!! એમને મહેસુસ કરવા ની જરૂર હોઈ છે, બસ એ અનુભૂતિ થાય એટલે એકલતા ની વિશાળતા ઓગળી ને શબ્દો ના મેળાઓ સર્જાય છે..

પલળવા નું મન થાય તો ચોમાસું બની આવીશ,
બે ચાર બુંદ નહીં પ્રેમ નું ધોધમાર વાવાઝોડું બની આવીશ,
વાતો માં તમારી જીવવા તમારો શબ્દ બની આવીશ,
એક સાદ તો કરી જુઓ દિવસે પણ સપનું બની આવીશ,
પથરાયેલા આ તિમિર ને ડામવા હું તમારો સુરજ બની આવીશ,
એ ધૂપ તાપ આપશે તો વૃક્ષ ની છાયાં બની આવીશ,
જે ખુબ પ્રિય છે એને નીરખવા આંખ નું કાજળ બની આવીશ,
તમે યાદ કરશો તો પાંપણ પર નું આંસુ બની આવીશ,
લખવાનું મન થાય તો લાગણી ઓ રૂપે કવિતા બની આવીશ,
પામવા એ હૈયા ને હંમેશા તમારો ધબકાર બની આવીશ,
તમારી સુંદરતા કાજે આ કેશ માં ગૂંથેલું ફૂલ બની આવીશ,
અધૂરા છો જેના વગર એ તમારા હોંઠો નું સ્મિત બની આવીશ,
To be continue.........❣❣


No comments:

Post a Comment