Friday, July 24, 2015

Impeccable Emotions : ભાવસરિતા

Impeccable Emotionsભાવસરિતા [For English Version: Scroll Down]

આપણી લાગણીઓ ને બિન્દાસ વ્યક્ત કરવી એ આપનો મૂળભૂત અધિકાર છે. આ હું જાણતો હતો પણ માનતો અને સમજતો તો કદાચ આ કુદરત ને જોઈ ને જ થયો. 


સવાર પડે અને સુરજ ઉગે, આ ઉગતા સુરજ ને આવકારવા પ્રભાત કેટલી સજી ધજી ને ઉભી રહે, એ કેસરી ઝાંખી, પેલા ઉડતા પંખીઓ નો કલરવ તો સોના માં સુંગંધ ભેળવે અને એમાં જયારે આરુષ નું ધરતી પર આગમન થાય ને તરત જ પેલા પારીજાત ના ફૂલો નતમસ્તક થઇ ને શ્વેત પછેડી પાથરી દે. શું આમાં કઈ લાગણી ને કુદરતે છુપાવી છે? 

આ બધું આવું ને આવું જ હરરોજ થાય, અને  દરવખતે લાગણીઓ ના ઉમળકા તો અલગ જ હોઈ પાછા. ખરેખર મને ઈર્ષા થઇ કે આટલું નિખાલસ તો કુદરત જ હોઈ શકે. આશ્ચર્ય એ પણ થયું કે લાગણી ઓ વ્યક્ત કરવા માટે તો ઈશ્વરે એ સરસ મજાનું હૈયું પણ આપ્યું, પણ એનો ઉપયોગ છુપાવા માટે વધારે થયો નહિ કે ખળખળ વહેવા દેવા એ ધોધ ને જે નો જન્મ માત્ર વહેવા માટે જ થયો છે. 

લાગણી ઓ બાંધીએ તો એ બંધિયાર તળાવ ની જેમ સીમિત થઇ જાય, એનો વ્યાપ વધારી ને એના ઉપર વહેતા રહેવું એ જ સાચુ સન્માન છે એ બંધ પડેલી યાદો અને અધુરી રહેલી ઝંખનાઓ માટે.

એક પ્રયાસ મારા લાગણીઓ ને તમારા સુધી પહોંચડવા માટે સહર્ષ સ્વીકારજો. એક અધુરી શબ્દ સરિતા પૂરી કરું છું.

વેદના મારી જીવન સંગીની હતી,
મેં તો સતત એની યાદ ઝંખી હતી,
પ્રેમ નું ઉપવન હતું આ મન છતા,
એ પ્રેમ ની ચારેય તરફ તંગી હતી…


ઉદાસી ક્યાંક ડુસકા ભરતી હતી,
ભારે હૈયે કશુંક  વિનવતી હતી,
રૂમાલ ની હાજરી હોવા છતા, 
એ હથેળી ની ચારે તરફ તંગી હતી...

સવાર તો સવારે જ પડતી હતી,
મારે મન નિશા તો સાવ અમસ્તી હતી,
અજવાળું તમારી યાદો નું હોવા છતાં,
એ સુરજ ની ચારે તરફ તંગી હતી...

સુના મન માં એક વ્યથા હતી,
મારા આ શબ્દો માં તું એક કવિતા હતી, 
કહેવું અને વહેવું હતું ઘણું છતાં,
એ હૈયા ની ચારે તરફ તંગી હતી....

- પ્રણવ  


It is our born right to express our impeccable emotions right away. I know this since being myself mature enough, but understanding and conviction about this theoretical knowledge only came after studying and observing this beautiful nature which covers us and our mother earth.


Each day when Sun rises, Morning prepare itself to devote its divine respect in to the feet of beautiful rising Sun. That lovely dawn with orange shining, those flying birds in that calm breeze of wind and their chirp is simply creates a spellbinding environment across the horizon. At last on the arrival of the first rays of the sun [Arush] those night flowers [Parijat] bow down and sacrifice themselves on the land for establishing a bed of purity further symbolized in spectrum of white color. Tell me, which emotion the nature has hide here? What is missing here? Nothing my dear friend. What a pure exhibition of emotions without any checks and balances.

All this happens in routine, day in day out. It happens in our livelihood, but every times the severity of emotions are at another height. I really be jealous out of this, and murmur that only nature can be such innocent in expressing emotions, not human. Even though the almighty blessed us with a beautiful heart but we seldom use it to hide the emotion not to express it as if it is pure stream of flow. Emotions can only be enjoyed and respected if we float on it endlessly and ever. As emotions are only born to flow not to behold.

If we restrict the emotions, it turns to a water reservoir, a lake or a pond and at last turn to a puddle. Which can be easily polluted and get muddy. Who likes that!!!!. Emotions should be extended up to horizon and only represents the infinity. Be in the state of boundary less emotion is the true respect towards our own emotions which represents those enclosed memories and incomplete wishes. 

Friends, A simple and heartiest attempt to share my emotions with you. Finishing an incomplete garland of words. 

Only Agony I compeer in life,
Harvesting beloved memories ever, 
Though my heart is Glen of loves,
Evidently the paucity of that love everywhere,

The spleen sobs endlessly,  
Pleading from bottom of heart heavily, 
Though the abundant existence of orarium,
Evidently the paucity of that thenar everywhere,

Morning rise at dawn only,
I only behold the night unworthy,
Though there is light of your memories,
Evidently  the paucity of that Sun everywhere, 

A grief shelters in the desolate mind,
You are the only poesy in those words,
Though wanna flow and fly a restlessly, 
Evidently the paucity of that Heart everywhere,

- પ્રણવ  


Brought to you by : Ocean Of The Emotions
Copyright 2015




No comments:

Post a Comment