એક પહેલી ખરી થઇ,
રાતો કેમ નાની થઇ ગઈ ?
તમને જોવા માટે પ્રભાત પણ વહેલી થઇ ગઈ,
એક પહેલી ખરી થઇ,
ફુલો ની સુવાસ કેમ જાણીતી થઇ ગઈ?
ફુલો એ ઉધાર સુગંધ પણ તમારી લઇ ગઈ ,
એક પહેલી ખરી થઇ,
તકદીર સ્પષ્ટ કેમ વંચાતી થઇ ગઈ?
મારી રેખા ઓ હથેળી તમારી માં સમાતી ગઈ,
એક પહેલી ખરી થઇ,
આપણી કવિતા કેમ ધબકતી થઇ ગઈ?
મારા શબ્દો ને તમારા ભાવ થી એ જીવતી થઇ ગઈ,
એક પહેલી ખરી થઇ,
અધુરી લાગતી આ સફર કેમ પૂર્ણ થઇ ગઈ?
રસ્તા માં એક મુલાકાત આપણી થઇ ગઈ,
એક પહેલી ખરી થઇ,
પાંપણે આવી ને બેઠા તમે, ને વગર વરસાદે,
નયનો માં ઇન્દ્રધનુષ અંકિત કરતી ગઈ,
એક પહેલી ખરી થઇ,
હાજરી મારી કેમ ગેરહાજરી થઇ ગઈ?
મારી લાગતી ઝીંદગી આ સંપૂર્ણ તમારી થઇ ગઈ,
પહેલીઓ માં પણ પામ્યો હું તમારો અખૂટ પ્રેમ,
ખરેખર શ્રદ્ધા પણ મારી હવે તમારા માં વધારે થઇ ગયી,
:પ્રણવ
07/05/2015
No comments:
Post a Comment