Monday, May 11, 2015

मातृ देवो भव् :- મઁI

"મઁI"   [The Mother : Scroll Down for English version]

"મઁI" શબ્દ સંભાળતા જ એમાં સમાઈ  જવાની ઈચ્છા થઇ જાય. જેમાં થી બધું સર્જાઈ અને જેમાં સઘળું સમાઈ જાય એ નું નામ "મઁI". આ એક એવું વ્યક્તિત્વ કે એક એવો સંબંધ જેમાં અહમ અને અભિમાન નો છાંટો પણ સુદ્ધા જોવા ના મળે. "મઁI" ખાલી પ્રેમ અને સંસ્કાર નું સિંચન નથી કરતી પણ "મઁI" સાહસ નું બીજ પણ રોપે છે. "મઁI" સાથે નો આપનો સંબંધ આપણા સાક્ષાત્કાર પહેલા આકાર લે છે અને કદાચ એ "મઁI" જ કરી શકે. એક એવો સંબંધ જેના મૂળમાં માત્ર પ્રેમ અને કરુણા જ હોઈ છે. સમજણ તો આપણા થી યોજનો દુર હોઈ એવા સમયમાં પણ એનું વહાલ એના ઉદર માં આકાર લેતા માતૃત્વ સુધી સતત શ્વાસ અને રક્ત અને શક્તિ સ્વરૂપે અવિરત પહોંચતું રહે. આપણે સૌ એક વાર શરીર થી જન્મ લઇ એ પણ "મઁI" તો  એક જીવતર માં કેટલી વાર જન્મ લે છે. "મઁI" એક જ રહે પણ એના વહાલ ના દરિયા ની ગહેરાઈ અને ઘૂઘવાટા બદલાતા રહે અને સમયાંતરે એ અલગ જ ઉંચાઈ એ પણ પહોંચી જાય. 

આખું જીવન આપણી આંખમાં માત્ર અને માત્ર હરખ અને હાસ્ય જોવા તરસતી એ મઁI ની આંખો આપણા જન્મ સમયે આપણાં પહેલા રુદન ની કામના પણ કરતી હોઈ છે. કેટલું વૈવિધ્ય પૂર્ણ આ કહેવાય અને ક્યારેક સમજાય પણ નહિ, પણ આ માટે તો "મઁI" જ બનવું પડે. આખી દુનિયા પ્રસવ સમયે એ પૂછતી હોઈ કે "દીકરી છે કે દીકરો"  ત્યારે "મઁI" તો માત્ર એમ જ પૂછે કે "બાળક બરોબર છે ને!!!". નિસ્વાર્થ પ્રેમ ની કામના આપણે આખી દુનિયા પાસે થી રાખી એ છીએ પણ એ જ નિસ્વાર્થ પ્રેમ નો અફાટ સમુંદર આપણી સામે જ માત્ર ભરતીમાં જ હોઈ અને તો પણ આપણે સાવ કોરા ના કોરા. ક્યાંક કાલે જ લખાયેલા "મઁI" પર ના ઘણા બધા લેખો અને સંદેશ ની ભરમારમાં એક હૃદય સ્પર્શી વાંચેલું વાક્ય હૈયે કોતારાઈ ગયું  કે "ઈશ્વર પણ સૃષ્ટિ ની રચના કરતા કરતા થાકી ગયો હશે અને અંતે એને "મઁI" ની રચના કરી નાખી". "મઁI" એટલે ઈશ્વરે રચેલું એક જ ગુરુ / શિક્ષક વાળું "વિશ્વમહાવિદ્યાલય". જ્યાં માત્ર શીખવા મળે  કોઈ તાસ નહિ, કોઈ અંતરાલ નહિ અને કોઈ પરીક્ષા નહિ. અહીં અંતે તો ઉતીર્ણ પણ "મઁI" થાય અને  અનુતીર્ણ પણ "મઁI" જ થાય.

મારું એક અવલોકન છે અને કદાચ એ જ મારી માન્યતા ના મૂળમાં સમાયેલુ હશે, સંતાન ના નામ પાછાળ સામાન્ય રીતે પિતા / બાપ નું જ નામ લખાય છે, કદાચ આની પાછળ આપના વિદ્વાન પૂર્વજો નું તર્ક એ હશે કે સંતાન કોઈ પણ ખરાબ કામ કરે તો "મઁI" નું નામ બદનામ કે કલંકિત ના થાય. આ બહુ જ મોટું સન્માન છે જો એ દિશા માં વિચારીએ તો. કદાચ એટલે જ સૃષ્ટિ, કુદરત, હવા, પૃથ્વી અને નદી સ્ત્રીલીંગ બની "મઁI" ના આ સન્માન ને પામ્યા છે.  આગળ લખ્યા મુજબ "જેમાં બધું જ સમાઈ જાય એ મઁI". આપણા જીવનમાં સમય સમય પર ઘણા સંબંધો જન્મ લે છે પણ "મઁI" સાથે નો આપણો સંબંધ આપણા જન્મ પેલા થી જ હોઈ છે, કદાચ એટલે જ આ સંબંધ ઈશ્વર ની આપેલી પ્રસાદી છે. જીવનમાં ક્યારેક પણ કોઈ ની પણ સાથે આપણ ને અહમ કે અભિમાન નો ટકરાવ થાય છે પણ "મઁI" સાથે તો ક્યારેય પણ નહિ. દુઃખ આવે ને પહેલું કોઈ યાદ આવે તો એ "મઁI" અને ડર આવે ને પહેલું કોઈ યાદ આવે તો એ "બાપ". યાદ આવી ગયા ને આપણા એ ઉદગારો  "ઓ મા" અને "ઓઈ બાપા". આ ખરેખર એક રમુજી પણ સ્પર્શી જાય એવું સત્ય છે. 

"મઁI" વિષે કઈ પણ લખવું એટલે હિમાલય સામે ઉભા રહી ને ઉંચાઈ ની વાતો કરવી, સમુંદર સામે ઘુઘવાટા કરવા, પવન ને સામે ગતિ અને શીતળતા ની વાતો કરવી, નદી ને પરોપકાર નો ઉપદેશ આપવો, આકાશ ને વિશાળતા ના ઉદાહરણ આપવા, વૃક્ષ ની અડગતા ને બિરદાવા અને ધરતી ને સહનશીલતા ના બોધપાઠ આપવા બરાબર છે. "મઁI" ને તો માણવા અને માનવા ની જરૂર છે. એક એવું અડીખમ સર્જન જે ઈશ્વર ના અખૂટ આશીર્વાદ અને કરુણતા સભર ઝરણા ની સમોવડુ બની ને ઉભુ રહ્યું છે સૌકા ઓથી. આથી તો કહેવાઈ છે કે જે દિવસે "મઁI" શબ્દ નો ખરો મર્મ મારી જશે એ દિવસ સમગ્ર વિશ્વ નું સંતુલન ગયા માત્ર જ સમજવું.

"મઁI" કદાચ મારી સમક્ષ આવેલો એક માત્ર શબ્દ એવો છે જેને "ચંદ્રબિંદુ" નસીબ થયું છે. આ ચંદ્રબિંદુ માત્ર મહાદેવ ના નામ માં જ જોવા મળે છે -: "ૐ નમઃ શિવાય". 

"મઁI" ને પૂજવી અને એની ભક્તિ કરવી એ ઈશ્વર ને સમર્પિત થવા જેટલું જ અનન્ય છે. બાળપણમાં આંખમાં આંસુ આવતા જ  "મઁI" યાદ આવતી હવે "મઁI" યાદ આવે ને આંખો માં આંસુ આવે. વાત્સલ્ય ની આ મૂર્તિ ને હૃદય ના એક ખૂણામાં સંભાળી ને જીવનભર રાખવી જરૂરી બને છે કદાચ એનાથી પણ પેલા નવ મહિના નું ઋણ ઓછું તો નહિ થાય પણ એક વસવસો નહિ રહે કે ઈશ્વર સામે હતો ને હું જોઈ જ ના શક્યો એને મારા માં સમાવી ના શક્યો.

Social Media ઉપર "Mother's Day" ના નિમિતે આપણે સૌએ સહૃદય ઉજવણી કરી ને વિશ્વ ની હરેક માતા ને સન્માન આપ્યું પણ ખરુ. પણ આ સાથે એક વાત દિલ અને મન માં ઉતારવાની જરૂર છે કે "મઁI" માત્ર Mother's Day માટે સર્જાયેલી નથી. એનું સન્માન કરીએ એટલું ઓછું જ છે. અને "મઁI" તો આ સન્માન ની હર હમેંશ ની હકદાર છે અને એની મહાનતા એટલી છે કે એના જીવન ના શબ્દકોશ માં હક જેવો શબ્દ જ નથી. 

વિશ્વ ની હરેક માતાઓ ને મારા કોટી કોટી વંદન. 

એક નાનકડી રચના આપણા સૌ ની એ વહાલી "મઁI" માટે, સ્વીકારશો...

અંધારું બહુ થયું 
મઁI તારી આંખો યાદ આવે છે,

શોરબકોર વચાળ 
મઁI તારા હાલરડાં યાદ આવે છે,

દોડ ભરી ઝીંદગીમાં 
મઁI તારા હાથો માં જુલવાનું યાદ આવે છે,

સમય ની થાપટોમાં  
મઁI તારું થાબડવાનું યાદ આવે છે,

ઠેસો ની આ ભરામાર વચાળ 
"ધ્યાન રાખજે દીકરા" 

મઁI તારું  એ વહાલ યાદ આવે છે,
રડાવ્યો આ જગતે બહુ
મઁI તારો એ મીઠો ઠપકો યાદ આવે છે,

તરસ હજુ ય નથી છિપાણી 
મઁI તારી એ કરુણા ની પરબ યાદ આવે છે,

"मातृ देवो भव्"

=======================================================================
The Mother, the moment you listen this great and holy word, you just wish to submerge yourself within her bosom. The one who can emerge-out and absorb-in everything is only the Mother. The Mother is indeed an unique personality and a divine relation which is never ever come under the evil the influence of ego and arrogance. The Mother is not only responsible for manifest the Love and laying down the cultural foundation, but she is also responsible for cultivating seeds of Daring and Adventure in the child. Our relation with our beloved mother started getting revolutionized before even our birth, The Mother only can do justice with that. This is the eternal bond where the roots are only Love and Mercy. Even our intellect is not exist as a fetus during that time her love and care is flawlessly reaching in form of breath and blood and energy to her womb where the Motherhood is shaping up. We take birth as a body once in life time, but The Mother born as body and mind multiple times in her lifespan. The Mother always remains what she supposed to be, but the depth of her love and vastness of her care reaches to different level with the flattering wing of the Time. 

The Mother lives with only noble selfless desire to see, feel and experience the smile and happiness of her beloved child, but contrary at the time of our birth she only expects the first ever sweet weeping sound of the new born only. Her selfless desire is indeed unique and unearthing, it is way far from our level of understanding and to experience this stream of love one need to be blessed with the role of The Mother. In any corner of the world at the time of child-birth everyone is only seeking answer of only Question indeed discriminate in nature "What is it?, a Boy or a Girl  !!!!" but at same time under the unbearable and indescribable pain the Mother utters only a question out of curiosity and with magical sparkle of light in her eyes is "How is the baby?, Is it fine and healthy? We expect selfless love from entire world but the endless ocean of the selfless love and mercy is profusely tide in front of us. Unfortunately we are so ignorant and remain unaware about it ever. I enjoyed and cherished lot of articles and poems on "Mother", but out of them one truthful and lovely figurative creation touched my heart and i engraved it there forever. It is profoundly expressed that "At last The God exhausted while creating the Universe, That is why The God envisaged and created The Great Mother". The Mother means an university with a lone teacher / mentor where you can only rise with the knowledge and learn a lot where there are no Periods, No Recesses and No Exam exists. Where only Mother either passes or fails making sure that you always win.


This is my observation and perhaps it could be the lone outcome of my fundamental belief. It is that usually we honor name of father after the first name of children. Naturally and neutrally our wise legacies had initiated this unique trend since the time of civilization to just serve great respect to Mothers. The theory here is that in case if children commit any crime and convicted,  it never touches and hurts the identity of The Mother. If we look forward in same direction perhaps that is the only reason that the Universe, Nature, Weather, Air, Earth and River termed as Feminine to achieve the grand respect of THE MOTHER. As I mentioned earlier "Where everything absorb-in is THEE MOTHER".  In our entire lifespan there are many relations blossomed like flowers in garden while our relation with our MOTHER divinely exists prior to our birth, that is why this relation is heavenly blessed as God gift to us. In the existence of our livelihood we seldom experience the conflict with every human due to the ego and arrogance but same never exists with The Mother. It is very natural emotion that when we are in terrible pain, something hurt and in grievance we only remember our Mother and while we face the fear or we are horribly scared we only remember our Father. I hope that you might have recalled those gestures and verbal expressions "Ohh Mother" [Oh Ma] and "Ohh Dady" [The Screamed One!!!]. This sounds really funny but they are very true and intense emotion of our routine reaction towards pain and fear. This is the TRUTH.

Writing on THE MOTHER is as like Explaining the definition of the great heights to the Mountains, Roaring against the Ocean's tidal waves, Talk about briskness and coolness with the Wind,  Counsel about benevolence to Mother River, Praise and Hail the firmness of the Tree and Chanting the model lesson of tolerance to the Mother Earth. "The Mother should only be respected and believed".  She is an unique and firm character who symbolizes the abundance blessing of almighty and spring of mercy since centuries. That is why it is feared that the day when the true meaning of the MOTHER dies the social equilibrium of the civilization will be at the edge of the apocalypse.

It is the only word which I have learnt and seen which has been blessed with "ચંદ્રબિંદુ" [Moon-sign in Manuscript] which is also observe in one of the famous holly name of the Lord Shiva. "ૐ નમઃ શિવાય" [Aum Namah Shivay]

To pray and worship the Mother is as equal to devote ourselves in the path of God. In our innocent childhood We usually recalled Mother when there was tears in our eyes, nowadays There are tears in our eyes whenever we recall our Mother. Mother: An Idol of Love and Care, it is essential that this should be placed in one of the corner of our heart forever. Perhaps it can't subsidize the debt of the life within womb for those cozy nine months but it will eliminate the scruple that there is GOD in front of me and how much ignorant I was that I could not ahold THEE.

With all due respect We all have celebrated the Great Day "Mother's Day" and pay our regard to all the Mothers. But at the same time we should keep one thing in our mind and heart is that the Mother does not exist only for "Mother's Day", Degree of our respect measures below par regardless of whatever greater way we respect her. Mother should receive this great respect forever and greatness of her is that she never lives with the word "RIGHT", it does not  even exist in her dictionary. 

With Respect to all Great Mothers, 

A small creation to over dear and adorable "Mother", please accept and appreciate,

Darkness everywhere,
Mother, I still remember your eyes,

Within loud uproar,
Mother, I still remember your jingles,

In this restless life,
Mother, I still remember your cuddle, 

As the TIME hurts,
Mother, I still remember your gentle pat,

Lot many hurdles tumbling me so hard, 
"Take Care!! My Son"
Mother, I still remember your gracious words,

World left me with tearful eyes,
Mother, I still remember your sweet scold,

Yet to be quenched this Thirst eternally,
Mother, I still starve for your stream of mercy,

"मातृ देवो भव्"

Brought to you by : Ocean Of The Emotions
Copyright 2015

Thursday, May 7, 2015

એક પહેલી ખરી થઇ!!!!

એક પહેલી ખરી થઇ, 
રાતો કેમ નાની થઇ ગઈ ?
તમને જોવા માટે પ્રભાત પણ વહેલી થઇ ગઈ,

એક પહેલી ખરી થઇ,
ફુલો ની સુવાસ કેમ જાણીતી થઇ ગઈ?
ફુલો એ ઉધાર સુગંધ પણ તમારી લઇ ગઈ , 

એક પહેલી ખરી થઇ,
તકદીર સ્પષ્ટ  કેમ વંચાતી થઇ ગઈ?
મારી રેખા ઓ હથેળી તમારી માં સમાતી ગઈ, 

એક પહેલી ખરી થઇ,
આપણી કવિતા કેમ ધબકતી થઇ ગઈ?
મારા શબ્દો ને તમારા ભાવ થી  એ જીવતી થઇ ગઈ, 

એક પહેલી ખરી થઇ,
અધુરી લાગતી આ સફર કેમ પૂર્ણ થઇ ગઈ?
રસ્તા માં એક મુલાકાત આપણી થઇ ગઈ,

એક પહેલી ખરી થઇ,
પાંપણે આવી ને બેઠા તમે, ને વગર વરસાદે, 
નયનો માં ઇન્દ્રધનુષ અંકિત કરતી ગઈ,

એક પહેલી ખરી થઇ,
હાજરી મારી કેમ ગેરહાજરી થઇ ગઈ?
મારી લાગતી ઝીંદગી આ સંપૂર્ણ તમારી થઇ ગઈ,

પહેલીઓ માં પણ પામ્યો હું તમારો અખૂટ પ્રેમ,
ખરેખર શ્રદ્ધા પણ મારી હવે તમારા માં વધારે થઇ ગયી,

:પ્રણવ 
07/05/2015

Friday, May 1, 2015

Feel the Difference!!!!!

Today is 1st may, "Gujarat Day". On this historical and auspicious day I inspired to write something interesting. Please praise my effort if you like it. [For English: Scroll Down...]

આ લેખ અનુભૂતિઓ ને અભિવ્યક્ત કરતો એક પ્રયાસ છે, અને આપણે સૌ જાણીએ  એમ અનુભૂતિઓ ની વ્યાખ્યા અને સીમાંકન દરેક મનુષ્ય માટે અલગ અલગ હોઈ છે. અને કદાચ આ સંતુલન ને સતત જાળવી રાખવા માટે આપણા મહાન ગ્રંથો અને પૂર્વજો ની સાચી સમજણ અને ડાહપણ ના આશિષ મનુષ્ય જાતી ને એમના સર્જનકાળ થી અવિરત અને અખૂટ પ્રમાણ માં મળતા રહ્યા છે.

ખુબ જ રસપ્રદ તફાવત મારી સમક્ષ આશીર્વાદ ની જેમ આવી ચડ્યો, સાચું કહું તો બધો જ શ્રેય મારા એ શાણા અને સાચા જ્ઞાની મિત્રો ને જાય છે કે જેમની સાથે હું થોડી ક્ષણો વિતાવું છું એ જાણવા કે જીવન જીવવા નું સાચું અધ્યાત્મિક જ્ઞાન શું છે? ખરેખર આ વિમર્શ થી એક નવી જ કુતુહુલતા ખીલી ઉઠી અને ઉદય થયો એક ધેર્ય નો જે સારથી બન્યા મારા વિચાર કુશળતા અને કર્મ ના. કદાચ મારો પ્રયાસ તમને આ જ્ઞાન પીરસવાનો સાર્થક નીવડે.

ચાલો આપણે થોડાક એવા શબ્દો લઇ એ જે આપણા રોજમરોજ ના કાર્ય કે અનુભૂતિઓ કે ઉર્મીઓ સાથે ગૂઢ રીતે ગૂંથાયેલા છે. કમનસીબી ક્યારેક એ હોઈ છે કે સાચી સમજણ ના અભાવ ના પ્રભાવ હેઠળ આપણે એને છૂટ થી વાપરીએ છીએ. દરેક મનુષ્ય પોતાના સ્વભાવગત સમજણ ના વહાણ માં સફર કરતો હોવાથી આ ઘણી વાર એટલું સંગત થઇ જાય છે કે આ સીધી અણસમજણ આપણને દોરી જાય છે ગેરસમજણ સુધી, અને ત્યારે જન્મ લે છે એક મોટો અને ખોટો પરિસંવાદ. માત્ર એ કાફી છે ખોટા અર્થઘટન ના આવિષ્કાર માટે. અને અંત માં એક સાચા અને ફળદ્રુપ વિચાર નું બાળમૃત્ય થાય છે. આટલું નુકશાન થઇ જાય અને આપણે સાવ અજાણ પણ હોઈએ. શું આ ખરા અર્થ માં વિચાર માંગી લે એવું નથી???

બસ એક જ હૃદયપૂર્વક ની અરજ છે કે "તફાવત ને અનુભવો અને યોગ્ય રીતે અનુસરો". મારા માટે આ કામ કરી રહ્યું છે, થોડું ધીમે પણ સાચી દિશા માં તો છે જ!!!!!
  • અડગતા - જિદ્દ 
  • પ્રતીતિ  - સમજૂતી 
  • અસફળતા - નિષ્ફળતા 
  • પ્રેમ - મમત્વ 
  • શ્રદ્ધા - માન્યતા 
  • વિચારશીલ - ગંભીર
  • કુતુહુલતા - શંકાશીલતા
  • પ્રભાવ - આકર્ષણ 
  • અનોન્ય - પરાધીન 
  • વિલીન - મિલન 
  • મહેચ્છા - ઈચ્છા 
  • અત્મસંમાન - અભિમાન
  • અનાસક્તિ -  પરિત્યાગ 
  • શિક્ષણ - પ્રશિક્ષણ 
  • જ્ઞાની  - સાક્ષર 
  • પરિવર્તન - પુન:રચના 
  • મોક્ષ - સ્વતંત્રતા 
  • વિકસવું - ફેલાવું 
  • શીસ્ત્બધતા - કંટાળાજનક નિત્યક્રમ 
  • શહાદત - જેહાદત 
  • અહિંસા - સહનશીલતા 
મિત્રો, મારો આશય અહીં શબ્દો અને તેના ભળતા અર્થો સાથે રમી અને તમને ગેરમાર્ગે દોરવાનો બિલકુલ નથી.  અને મારું એટલું સામર્થ્ય પણ નથી કોઈ પણ ભાષા પર, પણ એક પ્રયાસ આરંભ્યો છે અહીં શબ્દો ના અર્થો વચ્ચે રહેલી આ પાતળી ભેદરેખા ને સમજવાની કુશળતા વિકસવાનો. આ શબ્દો ના તો એક બીજા ના સમાનાર્થી છે કે ના તો વિરુધાર્થી. દરેક શબ્દ અહીં અનન્ય છે અને એ એક માત્ર દિશા માં જ લઇ જાય છે. કમનસીબે આપણે જ એમને આપણી અનુકુળતા પ્રમાણે એકબીજા ના સ્થાને બેસાડી ને પરિસંવાદ ની શરૂઆત કરીએ છીએ. અહીં મહત્વપૂર્ણ એ છે કે આ પાતળી ભેદરેખા ને સન્મ્માન આપી ને શબ્દ ના સાચા અર્થ ને  પરિપૂર્ણ જીવતા શીખવું જોઈએ.

વિશ્વ એક્દમ અલગ છે જો એને સાચી દિશા માંથી જોઈએ તો. કુદરત ના નિયમ પ્રમાણે હમેશા એક સાચી ને એક ખોટી ને એક "ભ્રામક "દિશા હોઈ છે. પણ આ સાથ આપણો સઘળો પુરુષાર્થ આ સાચી દિશા શોધવાનો જ હોવો જોઈએ. જ્યાં માત્ર અને માત્ર ફક્ત સત્ય જીવે છે અને પાંગરે છે. 

==================================================================
With all grace for all my English reader. I put effort to translate, hope that you may praise.
==================================================================

This blog is belongs to emotions, and for every human the definition of emotions are different and severity too. To calibrate the balance of society timely our holy scripture and wisdom of our Ancestors blessing us flawlessly and abundantly since the time of human revolutions.

Very interesting difference I came across recently, all credit must go to the wisdom of people with whom i am interacting and discussing the spiritual aspect of the life. This blossomed curiosity and developed kind of patience in my act and thought process. Hope that it must help you as well.

Let me take you to few of the words of act/emotion which we are using our in our routine. We are using them without understanding them. As human we are floating on different platform of understanding. This is very crucial because the sheer non-understanding leads to Misunderstanding which gives birth to Miscommunication which at last Misinterpreted and ending with Resistance against the acceptance of idea.This causes the death of a true and fruitful idea at first instance only. So this damages a lot keeping us unaware about the consequences of it, how much critical and serious is this? Isn't it!!!!!!!!

An Urge is to Feel the Difference and Fill the Gape, it started working for me at slow pace but in right direction.
  • Firmness - Stubbornness
  • Conviction - Compromise
  • Un-Success - Failure
  • Love - Attachment
  • Faith - Belief
  • Sensible - Serious
  • Curiosity - Suspicion 
  • Influence - Attraction
  • Interdependence - Dependence
  • Merge - Meet
  • Ambition - Desire
  • Self Respect - Proud
  • Detachment - Abandonment 
  • Education - Training
  • Knowledgeable - Literate
  • Transform - Reshape
  • Liberation - Independence
  • Evolve - Grow
  • Discipline - Monotonous Routine
  • Martyrdom - Terrorism
  • Non-Violence - Tolerance
Friends, my intention here is not to play with the words. I don't think that I mastered the language, but I am surely in process of mastering the skill of interpreting the "THIN LINE" between all of above. They are not Synonym or Antonym of each other. All of them controls UNIQUE action, unfortunately we seldom use them interchangeable in our communication. It is essential to respect that "THIN LINE" and live with the right meaning. 

World is always different if we see it from other side. In the Law of Nature there is always a RIGHT and a WRONG and a "In-BETWEEN" side, and all our effort we should put to identify the "RIGHT" side. The side where TRUTH breaths and exists. 

==================================================================

Created an emotion, Look at the picture. 
How does we interpret it matter a lot. 

Is it Parting or Welcoming?

Brought to you by : Ocean Of The Emotions
Copyright 2015