Tuesday, March 12, 2019

સ્વાગત !!!!

સ્વાગત !!!!

આંખો ફેલાવી ને બેઠો છું સમેટવા તમને,
હુંજ જાણું છું આ સ્વાગત નો મહિમા,

પૂછો આ ધરતીને વાટ કેમ જોવાય સૂરજની,
ધરા જ જાણે છે આ પથરાવના આભિનંદન નો મહિમા,

ખેલ છે બધો આ પ્રારબ્ધ અને પુરુષાર્થ નો,
ખાલી હથેળીઓ જ જાણે સ્પર્શના સન્માન નો મહિમા,

તમે મારી યાદો માં આવો કે હું તમારા સ્વપ્નમાં,
શુષ્ક લાગણીઓ જ જાણે આ સાક્ષાત્કારના આવકાર નો મહિમા,

મીઠી નદીઓના નીર દોડે ખારા સમુંદર તરફ,
અફાટ ખારાશ જ જાણે આ અમૃતના આગમન નો મહિમા,

જીવ્યા ઘણું મળ્યા ને નહીં મળ્યાના ઇન્તજાર માં,
ખાલી પડેલી ડગર જ જાણે આ પગરવના સત્કાર નો મહિમા,

મળી આવ્યા છો તમે એક મસીહા સમા આ જન્મે,
અહીં યજમાન જ જાણે છે આગતાસ્વાગતા નો મહિમા,


- પ્રણવ જોશી (૦૯-૦૨-૨૦૧૯)

અંગત !!!

આજે મારા આંસુઓનું સરવૈયું કરવા,
છુટેલી લાગણીઓની ડાયરી કાઢતા,
ડગી ગયો જીતેલો  વિશ્વાશ ખુદમાં,
જયારે અમુક નામ સરનામાં જોયા,
દૂર ના શત્રુ અને અંગત મિત્રોના,

ઘાવ ઘણા જીલ્યા હસતા રમતા,
નિશાન નહોતા આ કોઈ બગાવતના,
નથી કોઈ અણસાર જૂની અદાવતના,
ઇતિહાસ નહોતા કોઈ આ તાજો તખ્તના,
કટારના ઘા હતા હૃદય પર મારા અંગતના,


- પ્રણવ જોશી (૧૧ Feb ૨૦૧૯)

Wednesday, January 30, 2019

મહાત્મા


#whiteboardart  
#shahiddin
#mahatma

મોહનદાસ કરમચંદ ગાંધી. કોને ખબર હતી કે આ એકવાડીયા બાંધા વાળો માનવી એક દિવસ આખા વિશ્વ પર રાજ કરનારી બ્રિટિશ સરકાર ને હંફાવી ને મહામાનવ બની જશે. એવો બાળક જેને રામાયણ અને હરિશ્ચંદ્ર ના બોધપાઠ ને જીવન માં વણી લીધા. એવો કર્મઠ પુરુષ કે જેને કર્મ ના સિદ્ધાંત અને ભગવદ ગીતાજી ને માર્ગદર્શક બનાવી લીધા. એક એવો લડવૈયો જેની લડાઈ માત્ર અંગ્રેજી હુકુમત સાથે નહોતી,  એને અસત્ય ને સત્ય થી, હિંસા ને અહિંસા  થી, ગંદકી ને સ્વચ્છતા થી, અસમાનતા ને સમાનતા અને અસ્પૃશ્યતા ને કરુણા થી હરાવી દીધી હતી. આ નાની નાની લડાઈઓ જ એને મહાત્મા અને સ્વત્રંત ભારત ના રાષ્ટ્રપિતા બનાવ્યા. સંસાર માં રહી અને સંસાર માટે લડી ને મહાત્મા કહેવાય એવા એક જ આ યુગપુરુષ મારી દ્રષ્ટિ એ છે...

સત્ય અને અંહિસા ને જેને ખડગ અને ઢાલ બનાવી ને દરેક દુરાચાર અને દુરાગ્રહ ને જીતી લીધા, એવા મહાત્મા ના "અમરત્વ દિન" પર એમને શ્રદ્ધાંજલી।....

જય હિન્દ.

Copyright 2019: OceanOfTheEmot
ions  [blogspot.oceanoftheemotions.con]


Friday, December 28, 2018

હિસાબ!!!

માણસ જન્મે એટલે તરત જ સમીકરણો બનવા લાગે એને વિજયી બનવાંના અને બનાવવાના. સમય જતા જીવનમાં ભાગાકાર અને બાદબાકીનું પ્રમાણ વધતું જાય. વદ્દીની વાત જતી રહે અને જીવન શેષ અને છેદનું મહોતાજ બનતું જાય. આવક અને જાવક વચ્ચે સ્પર્ધા થાય અને જાવક જ સમય જતા આવક બની જાય. એના આવતા આવતા જીવનમાં આનંદ અને ઉત્સાહનું સ્થાન ચિંતા અને વ્યથા લઇ લે. સમીકરણ અંકગણિતનું ના રહેતા એક જટિલ સંકલન અને વિકલન બનતું જાય જ્યાં ઉત્સાહ શૂન્ય અને ઉન્માદ અનંત (ઇન્ફીનીટી) બનતો જાય. જીવનની સમય રેખા પર ગ્રાફ ઉપવલય અને અતિવલય બનતા જાય અને અંતમાં એક વર્તુળ બની જીવન જ્યાં ચાલુ થયું હતું ત્યાં આવી ને ઉભું રહીને શાશ્વત મૃત્યુની રાહ જોવે, જમા ઉધારના હિસાબ પગ નીચે ની જમીન હલાવી દે, સમગ્ર જીવન ખોટ નો પર્દાફાશ કરે અને ઈશ્વર ને પામવા ની સઘળી તકો માત્ર સમીકરણોમાં શૂન્યના ગુણાકાર માં ઉભી રહેલી દેખાય...
થોડું જટિલ પણ માર્મિક મનમાં આવ્યું અને લખ્યું, આશય ગણિત શીખવાડવાનો જરાય નહતો પણ જીવનગણિત સમજાય એવો હતો. ઘણા સમય પછી આવ્યો છું આપના આશિર્વાદ થી વધાવશો. 2019 ની શરૂઆત કંઈક અલગ કરીયે, 2018 ના સંભારણા ના સરવૈયા સાથે ખુબ ખુબ શુભકામના......
Copyright 2018: OceanOfTheEmotions (oceanoftheemotions.blogspot.com)


Tuesday, May 15, 2018

radhekrishna

#whiteboardart
#radhekrishna

What defines love, togetherness or uniqueness,
What defines devotion, dedication or surrender,
What defines divinity, pureness or selflessness,
What defines us, me and me only for you and you

Brought to you a unique symbol of love, devotion and surrender. Kindly bless 

Copyright 2018: OceanOfTheEmotions




Friday, March 9, 2018

છે વિષય શ્રદ્ધા નો !!!

શ્રદ્ધા અને શક્યતા વચ્ચે સામ્યતા કેટલી. શ્રદ્ધા અને શક્યતા એકબીજા ના પૂરક જેવા જ, શક્યતા ત્યાં જ જણાય જ્યાં શ્રદ્ધા હોઈ. માણસ શ્રદ્ધાળુ ત્યારે જ બને જયારે એને થોડું ઘણું શક્ય દેખાય, પ્રેમ પણ આ બંને સ્તંભ પર આકૃત થાય છે, પણ આ બંને સ્તંભ હકારાત્મકતા ના પાયા માંથી ઉભા થયેલા હોવા જોઈએ. જયારે શ્રદ્ધા કે શક્યતા શંકા નું સ્વરૂપ લે એટલે બધું જ હાથ માંથી જતું રહેલું લાગે.
કોઈ ની હાજરી ગેરહાજરી વચ્ચે માત્ર આ શ્રદ્ધા અને શક્યતાઓ જ સાચી સહિયર બની જીવતા શીખડાવે. થોડું મન અને થોડી બુદ્ધિ અને થોડી આધ્યાત્મિકતા આ શરીરને સંભાળી લે અને ઉન્માદ હરી ઉત્સવ તરફ લઇ જાય.
આપણી સમક્ષ લઇ આવ્યો છું એક પ્રયત્ન બિરદાવશો....
Copyright 2018: OceanOfTheEmotionsoceanoftheemotions.blogspot.com)
(

Friday, February 2, 2018

Shahid Din

#whiteboardart
#shahiddin

Do we really miss him? Or 
Do we forget his wisdom?

Prayers to all freedom fighters of The Great Mother India 🇮🇳