#whiteboardart
#shahiddin
#mahatma
મોહનદાસ
કરમચંદ ગાંધી. કોને ખબર હતી કે આ એકવાડીયા બાંધા વાળો માનવી એક દિવસ આખા
વિશ્વ પર રાજ કરનારી બ્રિટિશ સરકાર ને હંફાવી ને મહામાનવ બની જશે. એવો બાળક
જેને રામાયણ અને હરિશ્ચંદ્ર ના બોધપાઠ ને જીવન માં વણી લીધા. એવો કર્મઠ
પુરુષ કે જેને કર્મ ના સિદ્ધાંત અને ભગવદ ગીતાજી ને માર્ગદર્શક બનાવી લીધા.
એક એવો લડવૈયો જેની લડાઈ માત્ર અંગ્રેજી હુકુમત સાથે નહોતી, એને અસત્ય ને
સત્ય થી, હિંસા ને અહિંસા થી, ગંદકી ને સ્વચ્છતા થી, અસમાનતા ને સમાનતા
અને અસ્પૃશ્યતા ને કરુણા થી હરાવી દીધી હતી. આ નાની નાની લડાઈઓ જ એને
મહાત્મા અને સ્વત્રંત ભારત ના રાષ્ટ્રપિતા બનાવ્યા. સંસાર માં રહી અને
સંસાર માટે લડી ને મહાત્મા કહેવાય એવા એક જ આ યુગપુરુષ મારી દ્રષ્ટિ એ
છે...
સત્ય
અને અંહિસા ને જેને ખડગ અને ઢાલ બનાવી ને દરેક દુરાચાર અને દુરાગ્રહ ને
જીતી લીધા, એવા મહાત્મા ના "અમરત્વ દિન" પર એમને શ્રદ્ધાંજલી।....
જય હિન્દ.
Copyright 2019: OceanOfTheEmotions [blogspot.oceanoftheemotions.con]
Copyright 2019: OceanOfTheEmotions [blogspot.oceanoftheemotions.con]