Monday, December 26, 2016

અંકુરણ:

આત્મા નું શરીર ને પામવું અને શરીર નું અવતરવું એટલે જન્મ. પણ ખરા અર્થ માં જોઈ તો આપણે આપણા જીવન માં અનેક વાર જન્મ લઇ છીએ અને જન્મ ની પ્રતિકૃતિ શરીર સ્વરૂપે નથી થતી. બધું ઘણા લોકો માટે અજાણતા થાય છે જયારે ઘણા લોકો ના જીવન નો મર્મ સતત જન્મતા રહેવા માં સમાયેલો હોઈ છે

જન્મ આપણે શરીર નો સમજીએ એના કરતા સાચી સમજણ નો માનીએ તો હકીકત માં જન્મારો સુધરી જાય. આત્મા ને ઉમર નથી હોતી, અને શરીર ને અમરત્વ નથી મળતું, પણ બંને નો સંગમ આપણા જીવન ને સાર્થક કરવા નું માધ્યમ જરૂર બની જાઈ છે. અમર આત્મા અને નાશવંત શરીર એટલે જન્મ લેતું જીવન. અંકુરણ ની પ્રક્રિયા સહજ છે પણ ના સમજાઈ એટલી જટિલ પણ છે જો એને આપણે શુલ્ક ગણીએ તો

આપણો જન્મ એક  અવિરલ અને પ્રામાણિક ધ્યેય માટે થયો હોઈ છે. ઈશ્વર ની ઈચ્છા અને આશીર્વાદ નું અદ્ભૂત મિલન એટલે અંકુરણ એક જીવ નું

જીવન ના અંકુરણ ના એહસાસ નું આલેખન એક કવિતા સ્વરૂપે

આપ સૌના ના આષિશ ને સાર્થક કરવા માટે ઈશ્વર મને સામર્થ્ય અર્પે.

ભીડ છે બહાર બહુ જાણીતા અજાણ્યા ઓની
મારા માં મને મળી લીધું છે આજે ફરી એકવાર,

ચાંદ-સુરજ પણ રિસાઈ છે દરરોજ સવાર-સાંજ 
મારા માં ઉગી લીધું છે આજે ફરી એકવાર

સુખ ના સ્વરૂપે દુઃખ આવી સતાવે અવાર નવાર
મારા માં સુખ સીંચી લીધું છે આજે ફરી એકવાર,

વિસરાયો છે જયારે મારા અસ્તિવ નો અંશ
મારા માં સ્મરી લીધું છે આજે ફરી એકવાર

છે બહાર કોલાહલ ઘણો અસહ્ય અકળ
મારા માં નિઃશબ્દ જીવી લીધું છે આજે ફરી એકવાર

સુકાયા છે નીર લોચન માં  હસી હસી
મારા માં અનરાધાર રડી લીધું છે આજે ફરી એકવાર,

છે ઇન્તેઝાર કોને જીવન ના અંત નો
મારા માં તર્પણ કરી લીધું છે ફરી એકવાર

ક્યારે મળશે ફરી પાછો મિલનનો અવસર
વગર નિમંત્રણે સમર્પણ કરી લીધું છે ફરી એકવાર,

- પ્રણવ [26/12/2016]
Copyright 2016: OceanOfTheEmotions