"હું ઝળહળ પ્રકાશ પાથરતો રહ્યો એમના માટે,
કદાચ એટલે જ એમને મને બુજવા ના દીધો,"
મેં તો તમને મારો પ્રકાશ માન્યા છે, હું અંધારા માં ભટકી રહ્યો છું. જરૂર છે મને એક માત્ર નાનકડી જ્યોત ની. સાંભળ્યું છે કે એક ખૂણા માં પ્રગટેલો દિપક પણ અફાટ અંધકાર સામે એકલો જજુમી લે છે. મને એ જ આશા હતી કે મારી જ્યોતિ તમે જ છો, મારે બીજું કશું જ નથી માંગવું, હું તો બસ આ તિમિર ના મહેલો ને તમારા અજવાળા ના તીર થી તરબતર કરી ને આગળ વધવા માંગું છું. અંધારું મારી ઓળખ નથી, મેં તો હમેશા એને તમારા પ્રકાશ થી દુર જ રાખ્યું છે. તમે મને અજવાળા ની આદત પડી છે અને આમ અચાનક આવી પડેલું અંધારું મને મૂંઝવે છે. મને વિશ્વાસ છે કે તમારા પ્રકાશ નો પથરાવ મારા સુધી પહોંચવા માટે સફર પર નીકળી ગયો છે. મારી આંખો આ અંધારા માં અજવાળા ની રાહ જોઈ રહી છે, ભલે આ અંધારું મારા મુખ પર ના હાવભાવ સંતાડી રહ્યું, પણ ઉત્સાહ તો અનેરો છે મારો તમને આવકારવા નો.
જો તમારો પ્રકાશ મારા સુધી નહિ પહોંચે તો મારે નથી માંગવું અજવાળું કોઈ ની પણ પાસે, અને જો તમે જ આ પ્રકાશ મને ઉધાર નહિ આપવા માંગતા તો તમારા પ્રકાશ નો શું અર્થ. પ્રકાશ એક એવી શક્તિ છે કે છે અંધારા માં છુપાયેલા બીજ ને પણ અંકુરિત કરવા મજબુર કરે છે. જેમ આજે મને તમારા પ્રકાશ ની જરૂર છે એમ કદાચ તમને મારા પ્રકાશ ની પણ જરૂર પડશે. ત્યારે હું મારા છેલ્લા શ્વાસ સુધી પ્રકાશિત રહી, સ્વયં ની અહુતી આપી ને પણ તમારા અંધકાર ને સંપૂર્ણ હણી નાખીશ.
કોઈ ને કોઈ આપણા પ્રકાશ માટે કોઈ તલસી રહ્યું છે, એને જરૂર છે કોઈ એવા શક્તિ સ્ત્રોત ની જે અકળ અંધકાર નો વિનાશ કરે.